KDE ૪.૦ રજૂ થયેલ છે
Friday, 11 January 2008
KDE પ્રોજેક્ટ લાવે છે તદન નવાં ફ્રી ડેસ્કટોપ સોફ્ટવેરની ચોથી મુખ્ય આવૃત્તિ
ચોથી મુખ્ય આવૃત્તિની સાથે, KDE કૉમ્યુનિટી , KDE ૪ યુગની શરૂઆત કરે છે.
KDE કૉમ્યુનિટી હાલમાં પ્રાપ્ત KDE ૪.૦.૦ નું અનાવરણ કરતાં ખૂબ જ આનંદિત છે. આ નોંધપાત્ર આવૃત્તિ KDE ૪.૦ તરફ દોરી જાય છે અને લાંબા અને ઉંડા ડેવલપમેન્ટ ચક્રનો અંત લાવે છે અને નવાં KDE ૪ યુગની શરૂઆત કરે છે.
KDE ૪ લાઇબ્રેરીઓમાં લગભગ દરેક બાજુથી મુખ્ય સુધારાઓ કરવામાં આવ્યા છે. ફોનોન મલ્ટિમિડીઆ ફ્રેમવર્ક બધાં KDE કાર્યક્રમોને પ્લેટફોર્મથી મુક્ત આધાર પૂરો પાડે છે, અને એકદમ મજબૂત હાર્ડવેર એકરૂપતા આધારીત માળખું (દૂર કરી શકાય તેવાં) ઉપકરણો સાથે કાર્ય સરળ બનાવે છે અને વધુ યોગ્ય પાવર વ્યવસ્થાપક સાધનો પૂરા પાડે છે.
KDE ૪ડેસ્કટોપને કેટલીક નવી મુખ્ય ક્ષમતાઓ મેળવી છે. પ્લાઝમા ડેસ્કટોપ શેલ નવાં ડેસ્કટોપ ઇન્ટરફેસનો સમાવેશ કરે છે જેમાં, પેનલ, મેનુ અને ડેસ્કટોપ પરનાં વિજેટ્સ અને ડેશબોર્ડ સુવિધાનો પણ સમાવેશ થાય છે. KWin, KDE વિન્ડો વ્યવસ્થાપક હવે તમારાં વિન્ડોઝ જોડે સુસંગતતા લાવવા માટે ઉચ્ચ ગ્રાફિકલ અસરોને આધાર આપે છે.
ઘણી બધાં KDE કાર્યક્રમો એ પણ સુધારાઓ મેળવ્યા છે. વેક્ટર-આધારિત ચિત્રકામનો ઉપયોગ કરીને વિઝ્યુલ સુધારાઓ, પાયાની લાઇબ્રેરીઓમાં ફેરફારો, વપરાશકર્તા ઇન્ટરફેસમાં સુધારાઓ, નવી લાક્ષણિકતાઓ, અને નવાં કાર્યક્રમો પણ -- તમે નામ આપો, અને ૪.૦ પાસે તે છે. ઓકુલર, નવું દસ્તાવેજ દર્શક અને ડોલ્ફિન, નવું ફાઇલ વ્યવસ્થાપક એ બે કાર્યક્રમો છે જે KDE ૪.૦ ની નવી ટેકનોલોજીઓનો લાભ મેળવે છે.
ઓક્સિજન ચિત્રકામ ટીમ ડેસ્કટોપ પર તાજી હવા જેવો અનુભવ કરાવે છે. KDE ડેસ્કટોપ અને કાર્યક્રમોનાં વપરાશકર્તા જોઇ શકે તેવા લગભગ બધાંજ ભાગોને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. સુંદરતા અને સુસંગતતા એ ઓક્સિજનની પાછળનાં બે મુખ્ય ઉદેશ છે.
ડેસ્કટોપ
- પ્લાઝમા નવું ડેસ્કટોપ શેલ છે. પ્લાઝમા પેનલ, મેનુ અને ડેસ્કટોપ તથા કાર્યક્રમો સાથે કામ કરવાની બીજી વસ્તુઓ પૂરી પાડે છે.
- Kwin, KDEનું મજબૂત વિન્ડો વ્યવસ્થાપક હવે ઉચ્ચ કોમ્પોઝિટિંગ લાક્ષણિકતાઓને આધાર આપે છે. હાર્ડવેર પ્રવેગક ચિત્રકામને વિન્ડોઝ જોડે સરળ અને વધુ જાણકારીવાળું બનાવવાનું ધ્યાન રાખે છે.
- ઓક્સિજન એ KDE ૪.૦ નું ચિત્રકામ છે. ઓક્સિજન સુસંગત, આંખોને ગમે તેવા અને સુંદર ચિત્રકામ નો ખ્યાલ છે.
કાર્યક્રમો
- કોન્કવરર એ KDE નું જાણીતું બ્રાઉઝર છે. કોન્કવરર એ ઓછા ભાર વાળું, યોગ્ય રીતે જોડાઇ જાય તેવું, અને નવાં પ્રમાણભૂતો જેવાં કે CSS 3 ને આધાર આપે છે.
- ડોલ્ફિનએ KDE નું નવું ફાઇલ વ્યવસ્થાપક છે. ડોલ્ફિન ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે અને વપરાશમાં એકદમ સરળ હોવા છતાં, એકદમ જોરદાર સાધન છે.
- સિસ્ટમ ગોઠવણીઓની સાથે, નવો નિયંત્રણ કક્ષ દેખાવ રજૂ કરવામાં આવ્યો છે. KSysGuard સિસ્ટમ નિયંત્રક, સિસ્ટમ સાધનો અને ક્રિયાઓ પર ધ્યાન રાખવાનું અને નિયંત્રણ કરવાનું સરળ બનાવે છે.
- ઓકુલર, KDE ૪ દસ્તાવેજ દર્શક ઘણાં બધા બંધારણોને આધાર આપે છે. KDE ૪ નાં ઘણાં બધા કાર્યક્રમોમાં ઓકુલર એક છે જે OpenUsability પ્રોજેકટ હેઠળ સુધારવામાં આવેલ છે.
- શૈક્ષણિક કાર્યક્રમો એ કાર્યક્રમોમાં પ્રથમ છે જેઓ KDE ૪ ની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફેરવવામાં અને બનાવવામાં આવ્યા છે. Kalzium, તત્વોનું ગ્રાફિકલ આવૃત્ત કોષ્ટક અને Marble ડેસ્કટોપ ગોળો એ બન્ને ઘણાં બધાં શૈક્ષણિક કાર્યક્રમો રત્નોમાંનાં એક છે. શૈક્ષણિક કાર્યક્રમો વિશે વધુ વાંચવા માટે દર્શક માર્ગદર્શિકા જુઓ..
- ઘણી બધી KDE રમતો સુધારવામાં આવી છે. KDE રમતો જેવીકે KMines, માઇન્સવેપર રમત અને KPat, ધીરજ કસોટી રમત ખૂબ જ સુધારવામાં આવી છે. રમતો રીઝોલ્યુશનથી સ્વતંત્ર બનાવવાનું નવાં વેક્ટર ચિત્રકામ અને ગ્રાફિકલ ક્ષમતાઓને આભારી છે.
લાઇબ્રેરીઓ
- ફોનોન કાર્યક્રમોને મલ્ટિમીડીઆ ક્ષમતાઓ જેવીકે ગીત વગાડવું અને વીડીઓ જોવો આપે છે. આંતરિક રીતે, ફોનોન વિવિધ પાશ્વભાગોનો ઉપયોગ કરે છે, જે ચલાવતી વખતે બદલી શકાય છે. KDE ૪.૦નું પાશ્વભાગ Xine હશે જે વિવિધ બંધારણોનો ઉત્તમ આધાર ધરાવે છે. ફોનોન વપરાશકર્તાને મલ્ટિમીડીઆનાં પ્રકાર ઉપરથી આઉટપુટ ઉપકરણ પસંદ કરવા માટેની પસંદગી આપે છે.
- સોલિડ હાર્ડવેર જોડાણ માળખું જોડેલ અને દૂર કરી શકાય તેવા ઉપકરણોને KDE કાર્યક્રમો જોડે યોગ્ય રીતે જોડે છે. સોલિડ સિસ્ટમની આંતરિક પાવર વ્યવસ્થા ક્ષમતા જોડે પણ કાર્ય કરે છે, નેટવર્ક જોડાણ અને બ્લ્યુટુથ સાધનોનું જોડાણ સંભાળે છે. આંતરિક રીતે, સોલિડ એ HAL, નેટવર્કવ્યવસ્થાપક અને Bluez બ્લ્યુટુથ સ્ટેકનું કાર્ય કરે છે, પણ તે આ ભાગો મહત્તમ ફેરવી શકાય તે રીતે કાર્યક્રમોને તોડ્યા વગર કાર્ય કરે છે.
- KHTML એ KDEનાં બ્રાઉઝર, કોન્કવરર દ્વારા વપરાતું વેબપેજ રજૂ કરનાર એન્જિન છે. KHTML એ ઓછા-ભારવાળું અને છેલ્લામાં છેલ્લાં પ્રમાણભૂતો જેવા કે CSS 3 ને આધાર આપે છે. KHTML એ પ્રથમ એન્જિન છે જેને લોકપ્રિય Acid 2 ચકાસણી પાર કરેલ છે.
- ThreadWeaver લાઇબ્રેરી, જે kdelibs ની સાથે આવે છે, આજની વિવિધ-કોર સિસ્ટમોનો યોગ્ય ઉપયોગ કરવા માટેનો ઇન્ટરફેસ પૂરો પાડે છે, અને KDE કાર્યક્રમોને વધુ સરળ અને કાર્યક્ષમ અનુભવ સિસ્ટમનાં સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ કરીને કરાવે છે.
- Trolltech's Qt ૪ લાઇબ્રેરીઓ પર આધારિત, KDE ૪.૦ ઉચ્ચ દેખાવ ક્ષમતાઓ અને ઓછી મેમરીનો ઉપયોગ કરે છે. kdelibs એ Qt લાઇબ્રેરીનું ઉત્તમ કવચ છે, જે ઉચ્ચ-કક્ષાની ઘણી બધી કાર્યક્ષમતાઓ અને સરળતાઓ ડેવલોપર માટે ઉમેરે છે.
KDEનાં ટેકબેઝ જ્ઞાન પુસ્તકાલયમાં KDE લાઇબ્રેરીઓ વિશે વધુ માહિતી આપેલ છે.
માર્ગદર્શક મુલાકાત લો...
KDE ૪.૦ દર્શક માર્ગદર્શિકા ઘણી બધી નવી ટેકનોલોજીઓ અને સુધારાયેલ KDE ૪.૦ ટેકનોલોજીનો તુરંત ખ્યાલ આપે છે. ઘણાં બધાં સ્ક્રિનશોટ સાથે સમજાવેલ, તે તમને KDE ૪.૦નાં અલગ અલગ ભાગો તરફ લઇ જાય છે અને કેટલીક નવી ઉત્તેજક ટેકનોલોજીઓ અને વપરાશકર્તા સુધારાઓનો પરિચય કરાવે છે. ડેસ્કટોપ નવી લાક્ષણિકતાઓ ધરાવે છે, કાર્યક્રમો જેવાં કે સિસ્ટમ ગોઠવણીઓ, ઓકુલર દસ્તાવેજ દર્શક અન ડોલ્ફિન ફાઇલ વ્યવસ્થાપક રજૂ કરેલ છે. શૈક્ષણિક કાર્યક્રમો અને રમતોનો પણ સમાવેશ કરેલ છે.
તેને આજમાવો...
જે કોઇ પેકેજો ચકાસવા માટે અને ફાળો આપવામા રસ ધરાવે છે, ઘણાં બધાં ડિસ્ટ્રિબ્યુશનોએ નોંધ આપેલ છે કે તેઓ જાહેરાત થતાં જ KDE ૪.૦ નાં પેકેજો પ્રાપ્ત કરશે. પૂર્ણ અને હાલની યાદી KDE ૪.૦ માહિતી પાનાં પર પ્રાપ્ત છે, જ્યાં તમે સ્ત્રોત કોડ, કમ્પાઇલેશન માહિતી, સલામતી અને બીજી વસ્તુઓ જોઇ શકો છો.
નીચેનાં ડિસ્ટ્રિબ્યુશનો એ KDE ૪.૦ નાં પેકેજો અથવા લાઇવ સીડી આપવાનું સૂચવેલ છે:
- KDE૪-આધારિત Arklinux 2008.1 ની આલ્ફા આવૃત્તિ આ રજૂઆત પછી ટૂંક સમયમાં લગભગ ૩ કે ૪ અઠવાડિયાઓમાં રજૂ થવાની શક્યતા છે.
- Fedora લિનક્સ Fedora 9 માં KDE ૪.૦, એપ્રિલમાં રજૂ કરશે. આલ્ફા આવૃતિ ૨૪ જાન્યુઆરીથી પ્રાપ્ત થશે. KDE ૪.૦ પેકેજો પ્રી-આલ્ફા Rawhide રેપોઝિટોરીમાં છે.
- Gentoo લિનક્સ KDE ૪.૦ http://kde.gentoo.org પર બનાવે છે.
- Ubuntu પેકેજો નવાં રજૂ કરવામાં આવતાં "Hardy Heron" (8.04) માં સમાવેશ કરેલ છે અને સુધારા તરીકે સ્ટેબલ "Gutsy Gibbon" (7.10) માટે પ્રાપ્ત છે. લાઇવ સીડી પણ KDE ૪.૦ નાં પ્રયત્ન કરે છે. વધુ માહિતીઓ જાહેરાત પર Ubuntu.org પર પ્રાપ્ત છે.
- openSUSE પેકેજો openSUSE ૧૦.૨. અને openSUSE ૧૦.૩ માટે ( એક-ક્લિક સ્થાપન) વડે પ્રાપ્ત છે. KDE ચાર જીવંત સીડી આ પેકેજો માટે પણ પ્રાપ્ત છે. KDE ૪.૦ એ પછીથી જાહેર થવાનાં openSUSE ૧૧.૦ નાં ભાગરૂપ હશે.
KDE ૪ વિશે
KDE ૪.૦ એ નવીન ફ્રી સોફ્ટવેર ડેસ્કટોપ છે જે દૈનિક ઉપયોગ તેમજ ખાસ પ્રયોજન માટે ઘણાં બધાં કાર્યક્રમો
ધરાવે છે. પ્લાઝમાએ KDE ૪ માટે બનાવેલ નવું ડેસ્કટોપ કવચ છે, જે ડેસ્કટોપ કાર્યક્રમો સાથે કાર્ય કરવાની
નવી શૈલી પૂરી પાડે છે. કોન્કવરર વેબ બ્રાઉઝર ડેસ્કટોપ સાથે વેબને સાંકળે છે. ડોલ્ફિન ફાઇલ વ્યવસ્થાપક,
ઓકુલર દસ્તાવેજ વાંચક અને સિસ્ટમ ગોઠવણી નિયંત્રણ કક્ષ સામાન્ય ડેસ્કટોપ પૂર્ણ કરે છે.
KDE એ KDE લાઇબ્રેરીઓ પર આધારિત છે જે નેટવર્ક સાથેનું જોડાણ KIO વડે સરળતાથી સાંકળે છે અને ઉચ્ચ વિઝ્યુલ
ક્ષમતાઓ Qt4 વડે પૂરી પાડે છે. ફોનોન અને સોલિડ, જે KDE લાઇબ્રેરીઓનો ભાગ છે, જે મલ્ટિમિડિઆ ફ્રેમવર્ક અને યોગ્ય
હાર્ડવેર જોડાણ KDE કાર્યક્રમો સાથે પૂરું પાડે છે.
About KDE
KDE is an international technology team that creates free and open source software for desktop and portable computing. Among KDE's products are a modern desktop system for Linux and UNIX platforms, comprehensive office productivity and groupware suites and hundreds of software titles in many categories including Internet and web applications, multimedia, entertainment, educational, graphics and software development. KDE software is translated into more than 60 languages and is built with ease of use and modern accessibility principles in mind. KDE's full-featured applications run natively on Linux, BSD, Windows, Haiku, and macOS.
Trademark Notices.
KDE® and the K Desktop Environment® logo are registered trademarks of KDE e.V..
Linux is a registered trademark of Linus Torvalds. UNIX is a registered trademark of The Open Group in the United States and other countries.
All other trademarks and copyrights referred to in this announcement are the property of their respective owners.
Press Contacts
For more information send us an email: press@kde.org